Welcome to Ashadeep Human Development Centre

આશાદીપ દ્વારા 13 પ્રાથમિક શાળાઓના સ્ટાફ સહિત 1200 વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ સ્વચ્છતાના આગ્રહી બનીને નાની-મોટી બીમારીઓથી બચતા રહે, કોરાના કેરા કહેરનો સહેલાઇથી શીકાર ના બને તેવા ઉમદા આશયે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તારીખ 5 અને 6 એપ્રિલ દરમિયાન ખેડા તથા આણંદ જીલ્લાની 13 પ્રાથમિક શાળાઓમાં ડેટોલ કંપની દ્વારા તૈયાર કરાયેલ ઉંચી ગણવત્તા વાળા સેનેટાઇઝરનું મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ડોન બોસ્કો કપડવંજના સહયોગથી સંપન્ન થયેલ આ સેવા યજ્ઞમાં ગળતેશ્વર, ઠાસરા, બોરસદ તથા આંકલાવ તાલુકાની પસંદ કરાયેલ શાળાઓને આવરી લેવામાં આવી હતી.

210 ml ની અંદાજીત 260 રૂપિયા કિંમતના આ સેનેટાઇઝરનો લાભ પ્રા.કન્યા શાળા નાપા-તળપદ, ઇશ્વરકૃપા પ્રા.શાળા બોરસદ, આદર્શ સીનીયર સંકુલન શાળા વાસણા, પ્રા. શાળા નિસરાયા, પ્રા.શાળા કોશિન્દ્રા, પે સેન્ટર શાળા વાંઘરોલી, પ્રા.શાળા બલાડા, કોસમ, ડાભસર, જરગાલ, અકલાચા અને હરખોલની પ્રાથમિક શાળાઓ તથા અંબાવ પે સેન્ટર શાળાને લાભ મળ્યો હતો. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સંકળાયેલ આ સેવા પ્રવૃત્તિમાં જોતરાયેલ આશાદીપ સંસ્થાના મદદનિશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન તથા સ્ટાફની તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ પ્રસંશા કરી હતી.