Welcome to Ashadeep Human Development Centre

Women Empowerment Program (WEP)

Ashadeep works with the women from the marginalized communities in Anklav, Borsad, Thasra and Galtheswar talukas of Anand and Kheda districts. The WEP program is a transformative program initiated by Ashadeep and animated by a team of grassroots workers. Ashadeep organizes regularly gender sensitization programs to achieve gender equality, entrepreneurship training and exposure programs to facilitate self-employment opportunities, training programs to build leadership and legal awareness program. Every year, the women from different villages come together under one umbrella to celebrate international women’s day.

નાપા (તલપડ) ખાતે આશાદીપ દ્વારા મહિલાદિન ઉજવાયો.

બોરસદ તાલુકાના નાપા (તલપડ) ગામે તારીખ 16 માર્ચ, 2022ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા મહિલાદિન ઉજવવામાં આવ્યો હતો જેમાં 32 જેટલી મહિલાઓ સહભાગી બની હતી.

મહિલાઓના સશક્તિકરણ માટે તેઓમાં પોતાના બંધારણિય અધિકારો તથા સરકારશ્રી દ્વારા અમલી બનેલ યોજનાઓની જાણકારી હોવી અનિવાર્ય છે. પ્રસ્તુત બાબતને કેન્દ્ર સ્થાને રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં આશાદીપના કાર્યક્રતાઓ તથા સરદાર પટેલ યુનિવર્સીટીના સોશ્યલ વર્ક વિભાગના વિદ્યાર્થીઓએ પ્રસંગને અનુરૂપ માહિતી પીરસી હતી. આ પ્રસંગે મહિલા ડેપ્યુટી સરપંચ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને અંતે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું

નાપાડ ખાતે આશાદીપ દ્વારા મહિલાદિન ઉજવાયો.

તારીખ 14 માર્ચ 2022ના રોજ આણંદ તાલુકાના નાપાડ ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવામાં આવ્યો હતો જેમાં 70 જેટલી મહિલાઓ સહભાગી બની હતી.

નાપાડના મહિલા સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયને મહિલાદિનનો મહિમા સમજાવ્યો હતો જેમાં તેમણે મહિલાઓના અધિકાર, સમાજમાં મહિલાઓનું સ્થાન, મહિલાઓને ઓછી આંકતી કહેવતો, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે એસ.પી યુનિવર્સિટીના સોશિઅલ વર્ક ડિપાર્ટમેન્ટમાંથી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ દ્વારા રમતો રમાડીને મહિલાઓને ખુશ તથા સચેત કરવાના પ્રયત્નો થયા હતા.

કો.ઓર્ડિનેટર રાજેશભાઈએ પણ મહિલાઓને સંબોધી હતી.

કાર્યક્રમના અંતે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાદીપના કેતલબેન તથા હંસાબેન મારફતે થયું હતું.

આશાદીપ દ્વારા ઠાસરા તાલુકાના સાંઢેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવાયો.

તા.9/03/2022ના રોજ ઠાસરા તાલુકાના સાંઢેલી પે-સેન્ટર શાળા ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવામાં આવ્યો હતો જેમાં સાંઢેલી, નનાદાર અને સલૂણ જેવા ગામોમાંથી 70 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. મહિલા સશક્તિકરણને પોંખવાના આ અવસરે ઠાસરા નારી અદાલત તરફથી ગીતાબેન, ઠાસરા મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન તથા આશાદીપના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયને ઉપસ્થિત રહીને મહિલા સશક્તિકરણને સ્પર્શતા મુદ્દાઓ રજૂ કર્યા હતા. મહિલાઓના આ વિશિષ્ટ દિને ઉપસ્થિત તમામ ધર્મી બહેનોને રમત પણ રમાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં સહુ બહેનોને એક એક ભેંટ આપીને મહિલા તરીકે તેમણે અદા કરેલી જુદી જુદી ફરજોને સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમને સફળતા બક્ષવામાં આશાદીપના મહિલા કાર્યકરો રેખાબેન, સંગીતાબેન, સૂર્યાબેન તથા મધુબહેને ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા.

ચરોતરના ધનાઢ્ય ગામ ધર્મજ ખાતે આશાદીપ દ્વારા મહિલાદિન ઉજવાયો.

ચરોતર પંથકમાં સહુથી સમૃદ્ધ ગણાતા ધર્મજ ગામ ખાતે તા.15-03-2022ના રોજ "આશાદીપ" માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવામાં આવ્યો હતો જેમાં 50 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી.

મહિલાઓના વિકાસ માટે તેઓમાં આત્મ ગૌરવ ઉભું કરીને તેમને સશક્તિકરણના પથ ભણી વાળવા જરુરી છે તેવા ઉમદા આશયે યોજાયેલ આ કાર્યક્રમમાં આશાદીપના કર્તવ્યયોગી કાર્યકર્તાઓ તથા મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન દ્વારા પ્રાસંગિક પ્રવચનો થયા હતા. પ્રસ્તુત પ્રસંગે એસ.પી યુનિવર્સીટીના સોશ્યલવર્ક ડીપાર્ટમેન્ટમાંથી હાજર રહેલા વિદ્યાર્થીઓ દ્વારા મહિલાઓના વિકાસને સ્પર્શતી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આશાદીપ દ્વારા નાપાડ ગામની મહિલાઓ માટે સ્વરોજગાર તાલિમ યોજાઇ.

સરકારશ્રરીની રોજગારલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી લઘુ ઉદ્યોગા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયે તા.22/02/2022 ના રોજ આણંદ જીલ્લાના નાપાડ ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરના વડપણ હેઠળ વંચિત સમુદાયની મહિલાઓ માટે સ્વરોજગાર તાલિમ યોજાઇ હતી જેમાં 26 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.

પ્રસ્તુત તાલિમમાં રોજગાર કચેરી આણંદના અધિકારીશ્રી મહેતા સાહેબે ઉપસ્થિત રહીને એકત્રીત થયેલ મહિલાઓને રોજગારલક્ષી જુદી-જુદી યોજનાઓની માહિતી પીરસી હતી તથા જેતે યોજનાનો લાભ કેવી રીતે લઇ શકાય તેની આખી પ્રક્રિયા ઝીણવટથી સમજાવી હતી.

ગળતેશ્વર તાલુકાના અંઘાડી-લહેરીપૂરા ખાતે આશાદીપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

તારીખ 29/03/2022ના રોજ ગળતેશ્વર તાલુકાના અંઘાડી-લહેરીપૂરાની પ્રાથમિક શાળા ખાતે ''તંદુરસ્ત મહિલા, તંદુરસ્ત સમાજ '' ના હેતુ સાથે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ગાયનેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં આસપાસના વિસ્તારની 80 જેટલી બહેનો સહભાગી બની હતી.

શ્રી કૃષ્ણ મેડિકલ કરમસદ દ્વારા સેવાલીયા ખાતે સંચાલિત સોનાબા હોસ્પિટલના એમ.એસ ગાયનેક ડૉ. ડિમ્પલ શાહ તથા સ્પર્શ-150 ની ટીમના બેવડા સહકારથી સંપન્ન થયેલ આ કેમ્પમાં સગર્ભા બહેનોની તપાસ, શરીર ધોવાવું, પેઢામાં દુખાવો, માસિકને લગતી સમસ્યાઓ, અંડાશયની બીમારીઓ, વંધ્યત્વની તપાસ અને નિવારણ, ગર્ભાશયની ચાંદી તથા અન્ય તકલીફો, પ્રજનનતંત્રનું કેન્સર જેવા અનેક સ્ત્રી રોગોની તપાસ વિના મૂલ્યે થઈ હતી ને જરૂરી દવા-ગોળીઓ પણ લખી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારની આ બહેનોને નજીકના Phc માંથી જરૂરી દવા-ગોળીઓ વિના મૂલ્યે મળી રહે તે માટે જરૂરી સલાહ-સૂચન પણ આપવામાં આવ્યા હતા.

બપોરના 2:00 થી સાંજના 4:30 સુધી કાર્યરત રહેલ આ કેમ્પમાં ડૉ. ડિમ્પલ શાહ, આશાદીપના આસિસ્ટ ડિરેક્ટર હસમુખ ક્રિશ્ચિયન, સેવાલીયા એક્સટેન્શન સેન્ટરના પ્રશાંત રાઉલજી, સ્પર્શ-150 તરફથી કુંવરસિંહ રાઉલજી તથા સ્ટાફ એવમ આશાદીપના સૂર્યાબેન, મધુબેન, સંગીતાબેન, રેખાબેન તથા સ્થાનિક આશાવર્કર બહેનો ખડે પગે રહયાં હતા.

પ્રસ્તુત આયોજનને સફળ બનાવવામાં સ્થાનિક આશાવર્કર લક્ષ્મીબેન તથા આગેવાન મમતાબેને મહત્વનો ભાગ ભજવ્યો હતો.

આશાદીપ અને દ્રષ્ટિ - ડૉન બોસ્કો આયોજિત સંયુક્ત તાલીમ - exposure કાર્યક્રમ

આશાદીપ વિદ્યાનગર અને દ્રષ્ટિ-ડૉન બોસ્કો કાપડવંજની સંયુક્ત ભાગીદારીથી બોસ્કોવાડી, (ઉત્તન, ભાયંદર), મુંબઈ ખાતે તા.25, 26ના રોજ તાલીમ રાખવામાં આવી. તાલીમનો મુખ્ય હેતુ કાર્યકરોનું ક્ષમતાવર્ધન કરવાનો અને બંને સંસ્થાના કાર્યકરો એકબીજાના અનુભવોની આપ-લે કરી શકે, એકબીજા પાસેથી શીખી શકે, સાથે મળીને સામાજિક કાર્યને વધુ અસરકારક બનાવી શકે એ હતો.

આ તાલીમમાં 20 જેટલા કાર્યકર ભાઈબેનોએ ખૂબ ખંતથી ભાગ લીધો અને એકબીજાનો પરિચય કેળવ્યો હતો. દરિયા કિનારે આવેલી બોસ્કોવાડીના રમણીય વાતાવરણમાં સૌએ જ્ઞાન સાથે મજા પણ માણી. સ્વીમીંગ પૂલમાં ઘણા મન મૂકીને નાહ્યા.

તાલીમના વિષયો :

નેતૃત્વનો અર્થ, પ્રકારો, ભૂમિકા, મૂલ્યો, લક્ષણો
સામાજિક કાર્યકરોની ભૂમિકા, લાક્ષણિકતાઓ, ક્ષમતાવર્ધનની રીત.
સંવાદની કળા (communication skill)
લેખનકળા, સફળતાની કથા (success story) લખવાની રીત.
ફિલ્મ પરથી નેતૃત્વ, પોતાની વાત બીજાને સમજાવવાની રીત વિશે ચર્ચા
આયોજન અને અમલીકરણનું મહત્વ
તાલીમ માટે દ્રષ્ટિ ડૉન બોસ્કોના ડાયરેક્ટર ફા. મયંક, કો.ઓર્ડીનેટર શૈલેષ પરમાર, આશાદીપના મદદનીશ ડાયરેક્ટર હસમુખ ક્રિશ્ચિયન, અને રતિલાલ જાદવ હતા. જયારે રાજેશભાઈ, આશાદીપના પ્રોગ્રામ કો.ઓર્ડીનેટરે સહયોગી ભૂમિકા ભજવી હતી. આનંદભાઈએ ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

27 તારીખે મુંબઈ દર્શન માટે સમય આપ્યો હતો. આ તાલીમ માટે બોસ્કી વાડીના કુદરતી વાતાવરણમાં મનભાવન ભોજન આપવામાં આવતું હતું. દરેકને રોજ લીલા નાળિયેરના પાણીની પણ મોજ માણી હતી. બપોરના સમયે ગીત, સંગીત અને નૃત્ય દ્વારા દરેકમાં નવી ઉર્જાનો સંચાર થતો હતો.

ખૂબ ઉત્તમ સગવડ પૂરી પાડવા બદલ બૉસ્કોવાડીના સંચાલકોનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો.

- Ratilal Jadav.